આણંદ, બુધવાર:આવતીકાલ તારીખ 26 ફેબ્રુઆરી ગુરૂવારથી આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ના 50,966 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે. આ વિદ્યાર્થીઓને આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ શુભેચ્છા પાઠવી છે અને જણાવ્યું છે કે કોઈપણ ચિંતા કર્યા વગર પરીક્ષા આપજો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કેન્દ્રો ઉપર સુચારું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આણંદ ખાતે હેલ્પલાઇન નંબર 02692 264153 શરૂ કરવામાં આવ્યો છે. કોઈપણ વિદ્યાર્થી કે વાલીને પરીક્ષાલક્ષી મૂંઝવણ હોય તો આ નંબર ઉપર માર્ગદર્શન મેળવી શકે છે તેમ તેમણે જણાવ્યું છે.
આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી