Advertisement

આણંદ‑ગોપાલપુરા રોડ પર સહકારી યુનિવર્સિટી માટે ફાળવાયુ 119 એકર; અમૂલ કાર્યક્રમ સાથે અમિતશાહ ભૂમિપૂજન કરશે

આણંદ‑ગોપાલપુરા રોડ પર સહકારી યુનિવર્સિટી માટે ફાળવાયુ 119 એકર; અમૂલ કાર્યક્રમ સાથે અમિતશાહ ભૂમિપૂજન કરશે

આણંદ‑ગોપાલપુરા રોડ પર સહકારી યુનિવર્સિટી માટે ફાળવાયુ 119 એકર; અમૂલ કાર્યક્રમ સાથે અમિતશાહ ભૂમિપૂજન કરશે

દેશની સૌ પ્રથમ સહકારી ક્ષેત્રના અભ્યાસ ક્રમો માટે ત્રિભોવન સહકાર યુનિવર્સિટીનું નિર્માણ આણંદ ગોપાલપુરા રોડ પર આવેલા વાલ્મી વાળી સરકારી જમીનમાં કરવામાં આવશે. જે માટેવહીવટી તંત્ર દ્વારા વાલ્મીની 119 એકર જમીન ફાળવવામાં આવી છે. અમૂલ ડેરીના જુદા જુદા કાર્યક્રમો ભાગ લવા તેમજ સહકારી યુનિવર્સિટીનું સહકાર મંત્રી અને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુર્હૂત કરાશે.

આણંદ જિલ્લા સહકારી ક્ષેત્રમાં સૌથી વધુ અગ્રેસર સહકારી ધોરણે ચાલતી અમૂલ ડેરીને રોલ મોડલ બનાવીને દેશના વિવિધ રાજ્યમાં સહકારી ક્ષેત્ર વિવિધ મંડળીઓ ઉભી કરીને વિકાસની સાથે રોજગારી તકો ઉભી કરવા માટે કેન્દ્ર સરકારે નવો અભિગમ અપનાવ્યો છે.જેને ધ્યાને લઇને સહકારી ક્ષેત્રના પ્રણેતા ત્રિભુવનદાસ પટેલના નામે દેશી સૌ પ્રથમ સહકારી ક્ષેત્રના અભ્યાસ ક્રમો માટે યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવનાર છે જે અંગે ગૃહમંત્રી અમિત શાહે અગાઉ જુદા જુદા કાર્યક્રમો જાહેરાત કરી ચુકયા છે. ત્યારે આણંદ સહકારી ક્ષેત્રની યુનિવર્સિટીનું નિર્માણ થતાં આવનાર વર્ષો ગ્રામ્ય વિસ્તારમાં સહકારી મંડળી સ્થાપીને કાયાપલટ ગૃહમંત્રી અમિત શાહ આણંદમાં બે દિવસ ધામા નાખશે . તે દરમિયાન અમૂલ ડેરીના એક કાર્યક્રમતેમજ ઈરમા,એનડીડીબી સહિત અન્ય જગ્યાએ મુલાકાત લેશે. જો કે રાજકીય આગેવાનો જણાવ્યાં અનુસાર ગૃહમંત્રી અમિત શાહે આગામી ઓગસ્ટમાં યોજાનાર અમૂલ ચૂંટણીમાં ભાજપનો વિજય થાય તે માટે કેટલાંક સભાસદો સાથે બેઠક કરે તેવી સંભાવના વર્તાઇ રહી છે.

Advertisement