Advertisement

આણંદમા 250થી વધુ એકમોમાંથી મચ્છરના ઉત્પત્તિ સ્થાન મળતા 2 લાખથી વધુનો દંડ

આણંદમા 250થી વધુ એકમોમાંથી મચ્છરના ઉત્પત્તિ સ્થાન મળતા 2 લાખથી વધુનો દંડ

આણંદમા 250થી વધુ એકમોમાંથી મચ્છરના ઉત્પત્તિ સ્થાન મળતા 2 લાખથી વધુનો દંડ

ચોમાસુ સિઝનમા બિમારીએ માથું ઉંચકયુ છે.ત્યારે આરોગ્ય વિભાગની ટીમોએ બિમારીઓ અટકાવવાના ભાગરૂપે જાહેર સ્થળોએ ચેકીંગ હાથ ધરીને 250થી વધુ નાના મોટા એકમો સામે મચ્છર ઉત્પતી સ્થળ જોવા મળતા 2,06,700 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય, મેલેરીયા વિભાગે મચ્છરજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે ઝુંબેશ શરૂ કરી છે.ત્યારે આણંદ અર્બન મેલેરિયા વિભાગ, હેલ્થ સેન્ટર સહિતના કર્મચારીઓ દ્વારા મચ્છરજન્ય રોગચાળો જેવા કે મેલેરિયા,ડેન્ગ્યુ ચિકન ગુનિયા જેવા મચ્છર થી ફેલાતા રોગ અટકાયત માટે 35 હજાર થી વધુ ઘરોનો સર્વે કરીને પોરાનાસક અને એન્ટિલારવા કામગીરી હાથ ધરીને આરોગ્ય શિક્ષણ આપીને નગરજનોને જાગૃત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત 220 જેટલા નાના મોટા દુકાનદારો,20 જેટલી હોટેલો,30 જેટલી નવી બંધાતી ઇમારતો, ફ્લેટો, સોસાયટીઓ ટાયર પંકચરવાળાઓ,45 જેટલા ખુલ્લામાં મુકી રાખતા ભંગારવાડાઓમાં મચ્છર ઉત્પતી જોવા મળતા એપ્રિલ, જૂન માસ દરમિયાન કાર્યવાહી કરીને 2,06,700 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

Advertisement