Advertisement

આણંદમાં NDA વિજય ઉજવણી: ભાજપ કાર્યકર્તાઓમાં NDA વિજયની ખુશીની લહેર

આણંદમાં NDA વિજય ઉજવણી: ભાજપ કાર્યકર્તાઓમાં NDA વિજયની ખુશીની લહેર

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA (ભાજપ અને તેના સહયોગી પક્ષો) ની જીત બાદ આણંદમાં ભાજપ કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. સાંસદ મિતેષ પટેલના જનસેવા કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાયું હતું. આજરોજ સવારથી મતગણતરી શરૂ થઈ હતી, જેમાં શરૂઆતથી જ NDA બહુમતીના આંકડાને પાર કરી ગયું હતું.

જીત નિશ્ચિત થતાં જ દેશભરમાં ભાજપ દ્વારા ઉજવણી શરૂ થઈ ગઈ હતી. આણંદ જિલ્લા ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સાંસદના જનસેવા કાર્યાલય ખાતે એકઠા થયા હતા. તેમણે NDA ની જીતની ખુશીમાં ફટાકડા ફોડ્યા અને એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી.

Advertisement