આણંદમાં 122 ટન કચરું પ્રોસેસ કરીને બનેલી માટી બાગબગીચામાં વપરાશે
આણંદ મનપાના સેનેટરી વિભાગમાં દૈનિક 200 મેટ્રીક ટન કચરો એકત્ર કરીને તેમાંથી 122 મેટ્રીક ટન કચરાનું વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટમાં પ્રોસેસ કરીને વિન્દ્રો કમ્પોસ્ટીંગ મેથડ કરીને કમ્પોસ્ટ થયેલ માટીને મ્યુનીસીપલ કોર્પોરેશનના તમામ ગાર્ડનોમાં ઉપયોગ લેવામાં આવે છે. દૈનિક 6 ટેમ્પી દ્વારા કિચન વેસ્ટ ઉપાડીને તેનો નિકાલ કરવામાં આવે છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાંથી ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનથયેલની કામગીરીમાં દિવસ દરમ્યાન કુલ -26 મે.ટન કચરાનો નિકાલ કરવામાં આવે છે.
આણંદ મનપાના સેનિટેશન વિભાગ તરફથી નવીન રોડ સાઈડ લીટર બીન કુલ-130 આણંદ શહેર હદ વિસ્તારના જુદા જુદા માર્ગો પર મુકવામાં આવેલ છે. સેનિટેશન વિભાગ તરફથી સુકો અને ભીનો કચરો અલગથી એકઠો કરવા નવીન 240 લીટરના લીલા અને ભુરા ડસ્ટબીન કુલ-150 કોર્પોરેશન હદમાં આવેલ જુદી જુદી સરકારી કચેરીઓએ મુકવામાં આવેલ છે. 3 રોડ સ્વીપર મશીન કોર્પોરેશન હદમાં આવેલ રોડ ઉપરની માટી(દળ) ખસેડવાની કામગીરી માટે કાર્યરત છે.
આણંદ મનપાના સેનિટેશન વિભાગના વલ્લભ વિદ્યાનગર કરમસદ તથા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ મોગરી, જીટોડિયા, ગામડી અને લાભવેલ પંચાયતો સહીત કુલ-472 સફાઈ કામદારો સેનિટેશનની સફાઈની કામગીરીમાં રોકાયેલ છે. દરરોજ સવાર સાંજ સફાઇ કરીને માર્ગો ચોખા રાખવામાં આવે છે. તેમજ શહેરને ચોખુ રાખવા માટે માર્ગ પર આધુનિક મશીન ધૂળનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ આણંદ મનપા સેનેટરી વિભાગના વિભાકર રાવે જણાવ્યું હતું.