Advertisement

આણંદમાં શાળાઓ નજીકના 30થી વધુ પાન-મસાલાના ગલ્લા દૂર

આણંદમાં શાળાઓ નજીકના 30થી વધુ પાન-મસાલાના ગલ્લા દૂર

આણંદ જિલ્લાની શાળાઓ આસપાસ સઘન તપાસણી કરતા જિલ્લાની 104 જેટલી શાળાઓ આસપાસ પાન મસાલા અને ગુટકાનું વેચાણ કરતા ગલ્લાઓ માલુમ પડેલ હતા, જેને ધ્યાને લઈ તાત્કાલિક શાળાઓ આસપાસના પાન મસાલા અને ગુટકાનું વેચાણ કરતા 30 થી વધુ ગલ્લાઓને દૂર કરવામાં આવ્યા છે. તથા આગામી દિવસોમાં અન્ય શાળાઓ આસપાસના પાનના ગલ્લા સત્વરે દૂર કરવામાં આવનાર છે.

આણંદ જિલ્લાની 30 શાળાઓ આસપાસ પાન મસાલા ગુટખા નું વેચાણ કરતા ગલ્લા દૂર કરાયા આણંદ જિલ્લાની 104 શાળાઓ પૈકી આણંદ તાલુકાની 31 શાળાઓ, આકલાવ તાલુકાની 10 શાળાઓ, બોરસદ તાલુકાની 18 શાળાઓ, ખંભાત તાલુકાની 16 શાળાઓ, પેટલાદ તાલુકાની 13 શાળાઓ, સોજીત્રા તાલુકાની 08 શાળાઓ અને ઉમરેઠ તાલુકાની 08 શાળાઓ આસપાસ પાન મસાલા અને ગુટકા નું વેચાણ કરતા ગલ્લાઓ જોવા મળ્યા હતા. જે પૈકી આંકલાવ તાલુકાની 07 શાળાઓ, બોરસદ તાલુકાની 04 શાળાઓ, ખંભાત તાલુકાની 04 શાળાઓ, સોજીત્રા તાલુકાની 01 શાળા અને ઉમરેઠ તાલુકાની 06 શાળા મળી 30 શાળાઓ આસપાસ પાન મસાલા અને ગુટકાનું વેચાણ કરતા ગલ્લાઓને દૂર કરવામાં આવ્યા છે, જ્યારે બાકી રહેતી શાળાઓ આસપાસના ગલ્લાઓને સત્વરે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement