આણંદમાં શાકમાર્કેટ આગળ લારીઓ દૂર, 20 ઓટલા તોડી માર્ગ ખુલ્લો, એપીએમસી કાર્યવાહી
આણંદ શહેરના અમૂલ ડેરી રોડ પર આવેલી શાકમાર્કેટની બહાર ઉભી રહેતી લારીઓ દૂર કરીને મનાપે માર્ગ પહોળો કર્યો હતો.
સાથે સાથે આણંદ શાકમાર્કેટમાં પાછળ ભાગે ખુલ્લી જગ્યા પાર્કીંગની વ્યવસ્થા કરવા તેમજ માર્કેટમાં પ્રવેશના માર્ગ પર ગેરકાયદે બાંધેલા ઓટલા દૂર કરવા તાકીદ કરી હતી. જેથી એપીએમસીએ રવિવારના રોજ 20થી વધુ ઓટલા પર જેસીબી ફેરવીને તોડીને માર્ગ ખુલ્લો કર્યો છે આણંદ શહેરના અમૂલ ડેરી રોડ પર આવેલા મોટી શાકમાર્કેટ આવેલી છે.
દૈનિક 7 હજારથી વધુ લોકો ખરીદી માટે આવે છે. તેમજ દરરોજ 200 વધુ ટેમ્પા આવે છે. શાકમાર્કેટની બહાર આડેધડ પાર્કિંગ કરતાં હતા.તે મનપાએ પાર્કિંગ દૂર કરીને મોટી શાકમાર્કેટ પ્રવેશના માર્ગ સાંકડો બની ગયો હતો. કારણ કે માર્ગની બંને બાજુઓ ગેરકાયદે ઓટલા બનાવીને ભાડે આપી દીધા હતા.
જેને ધ્યાને લઇને આણંદ કરમસદ મનપા દ્વારા એપીએમસીને તાત્કાલિક ગેરકાયદે ઓટલા દૂર કરીને માર્ગ પહોળો કરવાની સુચના આપી હતી. જેના ભાગરૂપે એપીએમસી દ્વારા રવિવારના રોજ ગેરકાયદે 20 જેટલા ઓટલા જેસીબી મશીન તોડી પાડીને દૂર કરીને પ્રવેશવાનો માર્ગ પહોળો કરવામાં આવ્યો છે.
જેથી હવે શાકભાજી ખરીદવા આવતાં ગ્રાહકોને કોઇ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે તેમજ સરળતાથી વાહનો પસાર થઇ શકશે
ઓટલો બનાવીને ગેરકાયદે ભાડુ વસુલતા હતા
આણંદ શહેરના મોટી શાકમાર્કેટમાં આજથી 20 વર્ષ પહેલા માંડ 150 જેટલા ઓટલો હતા.જો કે ત્યારબાદ કેટલાંક વેપારીઓ ગેરકાયદે ઓટલા બનાવીને ભાડે આપીને તગડું ભાડુ વસુલતા હતા.
ગેરાકાયદે ઓટલાને કારણે પ્રવેશદ્વાર સહિતનોમાર્ગ સાંકળો બની ગયો હતો.જો કે ઓટલા દૂર કરાતાં કે વેપારી દલાલોના પેટમાં તેલ રેડાયું છે.