Advertisement

આણંદમાં વિકાસ સપ્તાહ પદયાત્રા: ધારાસભ્યો-કલેક્ટર સહિત નાગરિકો જોડાયા

આણંદમાં વિકાસ સપ્તાહ પદયાત્રા: ધારાસભ્યો-કલેક્ટર સહિત નાગરિકો જોડાયા

આણંદમાં વિકાસ સપ્તાહ પદયાત્રા: ધારાસભ્યો-કલેક્ટર સહિત નાગરિકો જોડાયા

આણંદ જિલ્લામાં 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમના ભાગરૂપે આજે આણંદ શહેરમાં એ.પી.સી. સર્કલથી ટાઉનહોલ સુધી વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પદયાત્રાને જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ વિકાસ પદયાત્રા વિદ્યાનગર રોડ પરથી પસાર થઈ આણંદના ટાઉનહોલ ખાતે સમાપ્ત થઈ હતી. આ પદયાત્રામાં નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલાક્ષ મકવાણા સહિત વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, પોલીસ કર્મચારીઓ, રમતવીરો અને મોટી સંખ્યામાં આણંદ જિલ્લાના નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.

Advertisement