Advertisement

આણંદમાં ભવ્ય ત્રિરંગા યાત્રા: શહેરીજનો સાથે રાજકીય આગેવાનો પણ જોડાયા

આણંદમાં ભવ્ય ત્રિરંગા યાત્રા: શહેરીજનો સાથે રાજકીય આગેવાનો પણ જોડાયા

આણંદમાં ભવ્ય ત્રિરંગા યાત્રા: શહેરીજનો સાથે રાજકીય આગેવાનો પણ જોડાયા

પહેલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આતંકી હૂમલાના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાંઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. પાકિસ્તાની સેનાએ કરેલા વળતા હૂમલાનો ભારતીય સેનાના જવાનોએ તમામ હૂમલા નિષ્ફળ બનાવીને વીરતાભર્યો, જડબાતોડ જવાબ આપ્યો હતો.

ભારતીય સેનાની વીરતાને બિરદાવવા માટે રાજયમાં ત્રિરંગા યાત્રાના આયોજન કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે આણંદમાં બેઠક મંદિરેથી ત્રિરંગા યાત્રા નીકળીને ગામડી વડ, આણંદ મનપા કચેરી, ગોપાલ ચોકડી થઇને ગોદી પાસે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ પહોંચી હતી. યાત્રામાં રાજકીય અગ્રણીઓ, તાલુકા-શહેર ભાજપી હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. યાત્રા દરમ્યાન હાથમાં ત્રિરંગા સાથે સૌએ ભારત માતા કી જય અને વંદે માતરમનો નારો લગાવ્યો હતો. યાત્રા નિહાળવા રસ્તાની બંને તરફે ઉભેલાઓએ પણ નારામાં સૂર પૂરાવીને ભારતીય સેનાની બહાદુરીને બિરદાવી હતી.

નડિયાદમાં સાંજે સાડા છ કલાકે શહેરના સંતરામ સર્કલથી નીકળેલ ત્રિરંગા યાત્રા સરદારની પ્રતિમા પાસે પૂર્ણ થઇ હતી. યાત્રામાં સંતગણ સહિત જિલ્લા સંગઠનના હોદ્ેદારો, વિવિધ મંડળના હોદ્ેદારો, શહેરીજનો જોડાયા હતા. સૌએ હાથમાં ત્રિરંગા સાથે વંદે માતરમના જયધોષ સાથે ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement