આણંદમાં બોમ્બ ધમકીથી હડકંપ, બોમ્બ સ્કવોડની 2 કલાક તપાસ
સમગ્ર રાજ્યમી જિલ્લા કલેક્ટર કચેરી સહિત કોર્ટને બોમ્બ મુકાવી દેવાની ધમકી સાથે સિક્રેટ ઇનપુટ તંત્રને મળતાં મંગળવાર સવારે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે..જેના ભાગરૂપે બોમ્બ સ્કવોડની ટીમો દ્વારા આણંદ કલેકટર કચેરી અને કોર્ટમાં સતત બે કલાક સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન કચેરીમાં આવતાં 400થી વધુ કર્મચારીઓને અને 700થી વધુ અરજદારો બે કલાક સુધી પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. બોમ્બ ડિપોઝલ અને ડોગ સ્કવોડની ટીમોએ ત્રણેય માળ સુધી તપાસ કરી હતી. આ ઉપરાંત પાર્કિંગ સહિત અન્ય જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. આણંદ કોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી મળી હોવાથી આખી કોર્ટ ખાલી કરાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કોઇ વાંધજનક વસ્તુઓ ન મળતાં હાશકારો અનુભવ્યો હતો.
700થી વધુ અરજદારો બે કલાક સુધી અટવાયાં
આણંદ જિલ્લા કલેક્ટર કેચરી દરરોજ સવારે જરૂરી દાખલા, રેશનકાર્ડ સહિત અન્ય કામગીરી માટે 700થી વધુ અરજદારો વહેલી સવારથી આવ્યા હતા. મંગળવારે કચેરીને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. જેના પગલે 700 અરજદારોને 2 કલાક સુધી બહાર રખાયા હતા.