આણંદમાં પીવાના પાણીની કટોકટી, ₹10 લાખ ખર્ચે નવો બોર બનાવાઈ રહ્યો છે
આણંદના ભાલેજ ઓવરબ્રીજ વિસ્તાર સહિત અન્ય સોસાયટીઓમાં પાણી વિતરણ કરતો બોર કુવો વર્ષો જુનો થઈ ગયેલ હોય ધણા દિવસોથી સમગ્ર વિસ્તારમાં પીવાનું પાણી દુષિત આવતું હોવાની ફરિયાદો ઉઠી છે.આખરે મનપા વોટર વર્કસ વિભાગે નવી પાંણીની ટાંકી તૈયાર કરવાને બદલે રૂ.10 લાખ ઉપરાંત માતબર રકમનો ખર્ચ કરીને નવો બોરકુવો બનાવાઇ રહ્યો છે.જેનું કામ 10 દિવસમાં પૂરુ થતાં રહીશોને ચોખ્ખુ પાણી મળતી થશે.
હાલ સમગ્ર વિસ્તારમાં અન્ય બોરકુવા થકી પાણી વિતરણ કરી પુરતા પ્રેસરમાં પાણી વિતરણ કરવામાં આવે છે.આણંદ ખાટકીવાડ પાસે નવા બોર બનાવવાની કામગીરી ચાલતી હોવાથી અન્ય બોરકુવામાંથી પાણી વિતરણ કરવામાં આવતાં પુરતા પ્રેશરથી આવતું નથી. જેના કારણે સ્થાનિક રહીશોને પીવાનું પાણી મેળવવા માટે ભારે વલખાં મારવા પડે છે. જેને લઇને અન્ય વિસ્તારમાં વાહન લઇને પાણી ભરવા જવાનો વખત આવ્યો છે. ત્યારે મનપા દ્વારા ટેન્કરથી પાણી પુરૂ પાડવામાં આવે તેમ જનતા ઇચ્છે છે