આણંદમાં ગાંધીજી પ્રતિમા પર કપડાં ટીંગાડવાને લઇને રોષ
આણંદ શહેરના રેલ્વે ગોદી પાસે ગાંધીજીની પ્રતિમા મુખ્ય બજાર આવેલી છે. તેમ છતાં અવારનવાર કેટલાંક ટીખળખોર દ્વારા ચશ્મા કે લાકડી કાઢી લઇને અપમાન કરવામાં આવતું હતું. પરંતુ શનિવારે ટીખળખોરોએ હદ કરી દીધી ગાંધીજીના ચશ્મા ઉતારી લઇને તેમના જમણા હાથમાં મહિલાની સાડીઓ સહિત કપડાં ટીંગાળી ઘોર અપમાન કર્યું હતું.
જેને લઇને ગાંધી પ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. આણંદ ટાઉન પોલીસ સ્ટેશન નજીક હોવા છતાં વારંવાર ગાંધીજીનું અપમાન કરવામાં આવે છે. ત્યારે તંત્ર દ્વારા આવા તત્વોને શોધીને તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.