આણંદમાં ‘આઈકોનિક રોડ’: એક મહિને તૂટ્યો આઈકોનિક રોડ, છતાં ચુકવાયા કરોડો
આણંદ શહેરમાં આઇકોનિક માર્ગ બનાવનાર કોન્ટ્રાકટર જે જે પટેલ ગતવર્ષે નાની ખોડિયાર થી સલાટિયા સુધીનો માર્ગ બનાવ્યો હતો. પહેલા વરસાદે પોપટા ઉખડી ગયા હતા. ત્યારે સ્થાનિકો પાલિકામાં રજૂઆત કરીને તેનું બિલ અટકાવીને બ્લેક લીસ્ટમાં મુકવા બાબતે રજૂઆત કરી હતી. તેમ છતાં તેની સામે કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
જ્યારે મનપા બનતા આઇકોની માર્ગ એટલે ભાલેજ બ્રિજ થી ગ્રીડ ચોકડી સુધીના માર્ગ બનાવવા માટે 2.14 કરોડ રકમ મંજૂર કરી હતી. તેનો કોન્ટ્રાક્ટ પણ જે જે પટેલ આપવામાં આવ્યો હતો ત્યારબાદ કોન્ટ્રાકટરે રોડની લેવીંગ કે કોઇ પણ જાતના પુરાણ વગર માત્ર ક્રોક્રિટ અને ડામરના મિશ્રણની કોક્રીટ પાથરીને નવો રોડ બનાવ્યો હતો. જેના કારણે પ્રથમ વરસાદમાં તુટી ગયો છે. તેમ છતાં મનપા કોન્ટ્રાકટરે 2 કરોડ રૂપિયા ચૂકવી આપ્યાં છે. તો બીજી બાજુ રોડની કામગીરીમાં મલાઇ ખાનાર કોન્ટ્રાકટર અને જવાબદાર કર્મી સામે પગલા લેવા માટે વિરોધ ઉઠવા પામ્યો છે.
જનતા એ મનપા કચેરી જઇને આઇકોનિક રોડ બનાવનાર કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ મુકવાની માગ કરી હોવા છતાં મનપા અધિકારીઓ કોન્ટ્રાકટરે છાવરી રહ્યો હોવાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના એક કાઉન્સિલરે જણાવ્યું હતું કે અમે આ કોન્ટ્રાકટરને દિવાલ બનાવવાનું કામ પણ આપતા ન હતા. ત્યારે મનપા અધિકારી તેને કરોડોના રોડનું કામ આપી રહ્યાં છે. કોન્ટ્રાકટરને રોડ બનાવવાની કામગીરી પુરતો અનુભવ નથી. જેથી તેણે તૈયાર કરેલા રોડ તુટી જાય છે. રાજકીય નેતાના ઈશારે જ આણંદ શહેર અને જિલ્લામાં ભાજપના મળતિયા બે કોન્ટ્રાકટરને રોડ રસ્તાના કામ સોંપાય છે.