Advertisement

આણંદમાં અજાણ્યા યુવકનું અપમૃત્યુ, પોલીસ દ્વારા તપાસ શરૂ

આણંદમાં અજાણ્યા યુવકનું અપમૃત્યુ, પોલીસ દ્વારા તપાસ શરૂ

આણંદ શહેરના પોલ્સન ડેરી રોડ ઉપર આવેલ મદની કોમ્પલેક્ષ સામેથી એક અજાણ્યા યુવક ઉંમર વર્ષ 40 ના આશરાની લાશ મળી આવતાં આણંદ શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


શુક્રવારના રોજ આણંદ શહેરના પોલ્સન ડેરી રોડ ઉપર આવેલ મદની કોમ્પલેક્ષ સામેથી એક અજાણ્યા યુવક ઉંમર વર્ષ 40 ના આશરાની લાશ મળી આવી હતી. આ જોઈને આજુબાજુના લોકો ભેગાં થઈ ગયાં હતાં.


આ અંગે રીયાજભાઇ સત્તારભાઇ વ્હોરાએ આણંદ શહેર પોલીસ મથકે જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતક યુવકના મૃતદેહનો કબ્જો લઈ જરૂરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.


બીજી તરફ આ અંગે આણંદ શહેર પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી આ મૃતક યુવક કોણ છે ? અને કયાનો છે ? તેમજ તેનું કઈ રીતે મોત નીપજ્યું છે, તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Advertisement