Advertisement

આણંદની 35થી વધુ સોસાયટીમાં ભરાયેલા વરસાદી પાણી ન ઓસરતા રહીશો હેરાન

આણંદની 35થી વધુ સોસાયટીમાં ભરાયેલા વરસાદી પાણી ન ઓસરતા રહીશો હેરાન

આણંદની 35થી વધુ સોસાયટીમાં ભરાયેલા વરસાદી પાણી ન ઓસરતા રહીશો હેરાન

આણંદમાં વરસાદ પડતાની સાથે શહેરમાં નીચાણવાળા સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા.ત્યારે આણંદ મનપાએ વરસાદી પાણીના નિકાલ માટે 152 કરોડ રકમ બજેટમાં ફાળવણી કરી હોવા છતાં 35થી વધુ સોસાયટી વિસ્તાર,જાહેર માર્ગો ઉપર પાણી ભરાઇ જતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઇ છે.તંત્રના પાપે શહેરીજનો હાલાકીઓનો ભોગ બનતા મનપા તંત્ર સામે આક્રોશ વ્યકત કર્યો છે.

આણંદમાં વરસાદ પડતની સાથે પાણીના નિકાલના અભાવે ગંગદેવનગર થી બાકરોલ તરફ જવાના દાંડી માર્ગ ઉપર પાણી ભરાઇ ગયા છે.ત્યારે ગટર લાઇન ચોકઅપ થઇ ગઇ હોવા છતાંય ટીમોએ સાફસફાઇ કામગીરીઓ હાથ ધરાઈ નથી. જેના પગલે શહેરના માણેજવાલા હાઇસ્કૂલ પાસે આવેલ બિસ્મીલા સોસાયટી, કોડીનાર સોસાયટી, રોયલ પાર્ક વિસ્તાર, સલાટીયા ફાટક પાસે આવેલ સોસાયટી વિસ્તાર અને કલીયર સોસાયટી,પાણીના સોસાયટી સહિત 35થી વધુ નિચાણવાળી સોસાયટીઓમા પાણી ભરાઇ જતા રહીશો હાલાકીઓનો ભોગ બની રહયા છે.

આ અંગે રહીશ સાજીદભાઈ વ્હોરા સહિત અન્ય રહીશોએ જણાવેલ કે આણંદ મનપાએ બજેટમાં વરસાદી પાણી નિકાલ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી છતાંય પાણી ભરાઇ જાય છે.આખરે ટેક્સ ભરવા છતાંય હાલાકીઓનો ભોગ બની રહ્યા હોવાથી આણંદ મનપા કમિશ્નર સહિત તંત્ર સામે આકોષ વ્યક્ત કર્યો હતો.

Advertisement