આણંદની સહયોગ રેસ્ટોરન્ટનું પનીર હલકી ગુણવતાનું હોવાનો રિપોર્ટ, રૂ 1 લાખનો દંડ
આણંદ ગત દિવાળી પહેલા લેવાયેલા ઘી સહિત ખાણી પીણીની વસ્તુના નમુના ફેલ થયા હતા. જેમાંથી સહયોગ હોટલનું પનીર હલકી ગુણવતાનું અને ખાવાલાયક ન હોવાનો રીપોર્ડ આવ્યો હતો. જ્યારે સુંદર કાઠિયાવાડી રસનો નમૂનો અને ખંભાત રાણા જીવણલાલ મણીલાલ દેશી ઘી નમૂના રીપોર્ટ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં ત્રણેય મળીનું કુલ 3 લાખનો દંડ ફટકાર્યો છે.
ફુડ સેફટી ઓફીસર દ્વારા તપાસ કરી સુંદર કાઠીયાવાડી, આણંદમાંથી કેરીના રસનો નમૂનો, રાણા જીવણલાલ મણીલાલ, ખંભાતમાંથી ગોપીશ્રી દેશી ઘી નો નમૂનો તથા સહયોગ રેસ્ટોરન્ટ, આણંદમાંથી પનીરના નમૂના લેવામાં આવ્યા હતા.જે પરીક્ષણ માટે લેબમાં મોકલાતા તમામ નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં અનુક્રમે રૂ.25 હજાર, રૂ1.75 લાખ તથા રૂ.1 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
અત્યાર સુધીના ચેકિંગમાં 30 હોટલો અને 100થી વધુ લારી પરથી અખાદ્ય વસ્તુ ઝડપાઇ
આણંદ શહેરમાં મનપાની રચના થાય બાદ માનવ સ્વાસ્થયને ધ્યાને લઇને મનપા આરોગ્ય વિભાગે 30 વધુ હોટલો અને 100થી વધુ લારીઓ પર તપાસ હાથધરીને બિન આરોગ્યપ્રદ જથ્થો ઝડપી નાશ કર્યો હતો. મનપાએ 5 લાખ ઉપરાંતનો દંડ વસુલ્યો હતો. પરંતુ ખાણી પીણી ચીજવસ્તુઓ ભેળસેળ કરતાં તત્વો સામાન્ય દંડની સજા સિવાય કોઇ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે વેપારીઓ સુધરવાનું નામ લેતા નથી. ત્યારે સરકારે આ બાબતે કડક કાયદો બનાવવાની જરૂર છે