Advertisement

આણંદના ભઠ્ઠા માલિકો કફોડી હાલતમાં, માવઠાથી પાંગરાઈ છે ભારે ખોટ

આણંદના ભઠ્ઠા માલિકો કફોડી હાલતમાં, માવઠાથી પાંગરાઈ છે ભારે ખોટ

આણંદ પંથકમા ગત વરસાદમા પડેલા ભારે વરસાદના કારણે ખેતીમાં નૂકશાન થયું છે. આણંદ જિલ્લામાં ખાસ કરીને ઈંટોના ભઠ્ઠાના વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોને પણ માવઠમા ભારે નુકશાન થયું છે. દરેક ભઠ્ઠા માલિકોને 3 થી 4 લાખનું નુકશાન થયું છે. ગત વર્ષે પણ માવઠાના પગલે 3 વખત નુકશાન વેઠવું પડયું હતું.જેને લઇને ભઠ્ઠાના માલિકો કફોડી હાલતમા મુકાય ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આંકલાવ, બોરસદ અને આણંદ તાલુકામાં આવેલા 100 થી વધુ ઇંટોના ભઠ્ઠામાંથી 40 વધુ ઇંટોના ભઠ્ઠા પર કાચી-પાકી ઇંટો તૈયાર કરીને સૂકવા માટે મુકી હતી. જે વરસાદમાં ભીંજાઇ જતા ધોવાઇ જતાં ઇંટો ભઠ્ઠાવાળાને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. ઈંટો પીગળી જતા ખર્ચ માથે પડ્યો આ અંગે આંકલાવમાં ઈંટ ભઠ્ઠાના વ્યવસાય સાથે સંકળાયેલા ઇમ્તિયાઝ ભાઈ એ વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે દિવાળી સમયે થયેલા માવઠા થી માંડ માંડ બેઠા થયા હતા તેવામાં હોળી અગાઉ ફરીથી માવઠા એ અનેક લોકો ને ફટકો માર્યો છે. ઈંટ બનાવનાર મજૂર ને મજૂરી ચૂકવવી પડી છે પણ તેઓએ બનાવેલ ઈંટો પીગળી જતા ખર્ચ ફોગટ ગયો છે. દરેક ઇંટોના ભઠ્ઠાવાળાને મજુરી સહિત અન્ય ખર્ચ મળીને 10 થી 15 લાખનો ખર્ચ માથે પડ્યો છે. એક ઈંટ પાછળ રૂપિયા 3થી 4નો ખર્ચ થાય આણંદ તાલુકાના રાસનોલ ગામની સીમમા ઇંટોનો ભઠ્ઠો આવેલો છે. માવઠામા સુકાવા મુકેલી ઇંટો ધોવાઇ ગઇ છે. એક ઇંટ પાછડ 3 થી 4 રૂપીયા ખર્ચ થાય છે. આમ 5 હજારથી વધુ ઇંટો ધોવાય ગઇ છે. જેના કારણે મજુરીના ચુકવવામા પૈસા પણ મુશ્કેલી પડી રહી છે. ગત વર્ષે પણ ઇંટો ધોવાય ગઇ હતી. તેમ છતા સરકાર દ્વારા કોઇ વળતર મળ્યું ન હતું.જેથી ભઠ્ઠાવાળાઓને દેવું વધી ગયું છે.

Advertisement