Advertisement

આણંદના કરમસદથી જીટોડીયા સુધીની આંગણવાડીઓ સ્માર્ટ બનશે

આણંદના કરમસદથી જીટોડીયા સુધીની આંગણવાડીઓ સ્માર્ટ બનશે

આણંદના કરમસદથી જીટોડીયા સુધીની આંગણવાડીઓ સ્માર્ટ બનશે

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આંગણવાડીઓને આધુનિક બનાવવાનો પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં છે. આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કરમસદ, ગામડી, આણંદ શહેર, મોગરી, લાભવેલ અને જીટોડીયા વિસ્તારની કુલ 20 આંગણવાડીઓને સ્માર્ટ બનાવવામાં આવી રહી છે.

કરમસદમાં 5, ગામડીમાં 3, આણંદ શહેરમાં 3, મોગરીમાં 3, લાભવેલમાં 3 અને જીટોડીયામાં 3 આંગણવાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની શરૂઆત આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલની રજૂઆત બાદ કરવામાં આવી હતી.

આ સ્માર્ટ આંગણવાડીઓમાં ડિજિટલ શિક્ષણ માટે ટેબલેટ, સ્માર્ટ ટીવી અને ઇન્ટરએક્ટિવ લર્નિંગ એપ્લિકેશન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરેક કેન્દ્રમાં રંગકામ, બાળ મિત્ર, શૌચાલય, સલામત પીવાનું પાણી અને સ્વચ્છ રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે.

બાળકોના આરોગ્યની દેખરેખ માટે ડિજિટલ હેલ્થ ટ્રેકિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આંગણવાડી કર્મચારીઓને ડિજિટલ સાક્ષરતા અને ક્ષમતા વિકાસ માટે ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટથી 6 વર્ષથી નાની ઉંમરના બાળકોના સર્વાંગી વિકાસમાં મદદ મળશે.

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રથમ તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ આંગણવાડી બનાવવા બદલ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ભૂલકાઓને સારી સુવિધા મળશે, બેસવાનું ગમશે, રમવાનું ગમશે, શીખવાનું ગમશે, જે આજના સમયની જરૂરિયાત છે.

Advertisement