આજે સવારે 9 વાગ્યથી મતગણતરી યોજાશે
ગુજરાતમાં બહુ ચર્ચિત અમુલ ડેરીની ચૂંટણી યોજાઈ હતી. આજે મતગણતરી હાથ ધરવામાં આવશે. અમુલ ડેરીમાં આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને આ મત ગણતરી યોજાશે. નિયામંક મંડળમાં 8 બ્લોક માટે 24 ઉમેદવારો વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ બન્ને પેનલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નિયામક મંડળની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણઆણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. અમૂલના 8 બ્લોક અને એક વ્યકિતગત બેઠકનું મતદાન થયું હતું. સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું જે બપોરના ત્રણ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું.
8 બ્લેકમાટે 24 ઉમેદવારો વચ્ચે રસાકસીનો જંગ
નડિયાદ, કઠવલાલ, આણંદ અને માતર બેઠકના મતદારોએ કોના પર વિશ્વાસ દાખવ્યો છે તેની પર સૌની અસર રહેશે. પહેલા બોરસદ, આણંદ, ખંભાત અને પેટલાદ ત્યારબાદ માતર, નડિયાદ, કપડવંજ, કઠલાલ બેઠકની મત ગણતરી કરવામાં આવશે. ત્યાર પછી સભાસદોની વ્યક્તિગત મતગણતરી કરવામાં આવશે.