Advertisement

આંકલાવમાં રેતી ખનન કાંડ, મામલતદરે 1 કરોડના સાધનો જપ્ત કર્યા

આંકલાવમાં રેતી ખનન કાંડ, મામલતદરે 1 કરોડના સાધનો જપ્ત કર્યા

આંકલાવ તાલુકાના સંખ્યાડ ગામે મહી નદીના પટ્ટમાંરેતી ખનન પ્રવૃતિ તંત્રના રહેમ રાહે ચાલતી હતી. ખાણ ખનીજ વિભાગમાં રજૂઆત કરવા છતાં કોઇ પગલાં લેવાતા ન હતા. આંકલાવના મામલતદારે બુધવાર વહેલી સવારે મહી નદીના પટ્ટ જઇને તપાસ કરતાં મોટાપ્રમાણ રેતી ખનનની પ્રવૃતિ ચલાતી હતી. જેથી મામલતદારે નાવડી, હિટાચી મશીન સહિત 1 કરોડના સાધનો જપ્ત કર્યા હતા.

આંકલાવના મહી નદીના ગામોમાં છેલ્લા કેટલાય સમયથી મોટાપાયે ગેરકાયદે રેતી ખનનની પ્રવૃતિ ચાલી રહી છે. આ બાબત આંકલાવ મામલતદાર એમ એમ સિધવના ધ્યાને આવતાં સંખ્યાડના મહીના પટ્ટમાં પહોંચી જઇને જાતે તપાસ કરતાં મોટા પ્રમાણ રેતી ખનનની પ્રવૃતિ ચાલતી હોવાનું ખૂલ્યુ હતું. આડેધડ રેતી ખનનના પગલે જમીન ધોવાણનો ખતરો આંકલાવ તાલુકા મહિનદીના પટ્ટમાં ભેટાસી થી લઇને બામણગામ સુધી બેફામ રેતી ખનનની ગેરકાયદે પ્રવૃતિ રાજકીય સાંઠગાંઠના પગલે છેલ્લા પાંચેક વર્ષથી ફુલી ફાલી છે.જેના કારણે દરેક ગામમા નદીનો પટ ખલાસ થઇ જતાં આસપાસના ખેતરોને જોખમ ઉભું થયું છે. ભવિષ્યમાં ગામ તરફ પામી ધસી આવતાં ખેતરોનું ધોવાણ થવાની સંભાવના છે.

Advertisement