અમૂલ ડેરી ચૂંટણી: 4 બ્લોકમાં ભાજપનો બિનહરીફ દબદબો
આણંદ સ્થિત અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી આજે યોજાઈ રહી છે. કુલ 12 બ્લોકમાંથી 4 બ્લોકમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. બાકીના 8 બ્લોક અને વ્યક્તિ સભાસદની એક બેઠક માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મતદાન કેન્દ્ર ખાતે મતદારોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમૂલના ચેરમેન વિપુલ પટેલે મતદાન કર્યું છે. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, રાજેન્દ્રસિંહ પરમાર અને કાંતિ સોઢા પરમાર જેવા વીઆઈપી મતદારોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
ચૂંટણી દરમિયાન સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. અમૂલ ડેરીની બહાર ઉમેદવારોના સમર્થકો એકત્રિત થયા છે. મતદાનની ગુપ્તતા જાળવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોને મતદાન કેન્દ્રમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મતદાન બપોરે 3 વાગ્યા સુધી ચાલશે.

કયાં બ્લોકમાં કેટલા મતદારો ?
આણંદ - 110
ખંભાત - 105
બોરસદ - 97
પેટલાદ - 89
કઠલાલ - 104
કપડવંજ - 112
માતર - 90
નડિયાદ - 107
આણંદ બ્લોકના ઉમેદવારો
1) ગૌરાંગભાઈ અરવિંદભાઈ પટેલ
2) પિયુષભાઈ જીતસિંહ રાજ
3) કાંતિભાઈ સોઢા પરમાર (ભગત)
4) અશોકભાઈ કિશનભાઇ સોલંકી
5) ભરતભાઈ ચંદુભાઈ સોલંકી
6 ) વિજયસિંહ ભાઈલાલભાઈ મહીડા
ખંભાત બ્લોકના ઉમેદવારો
1) રાજેન્દ્રસિંહ બળવંતભાઈ પરમાર
2) ગોવિંદભાઈ ગગજીભાઈ ભરવાડ
બોરસદ બ્લોકના ઉમેદવારો
1) ગુલાબસિંહ રતનસિંહ પઢિયાર
2) રાજેન્દ્રસિંહ ધિરસિંહ પરમાર
પેટલાદ બ્લોકના ઉમેદવારો
1) રશ્મિબેન દિલીપભાઈ જાદવ
2) બીનાબેન તેજસ કુમાર પટેલ
કઠલાલ બ્લોકના ઉમેદવારો
1) ઘેલાભાઈ માનસિંહ ઝાલા
2) જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર
કપડવંજ બ્લોકના ઉમેદવારો
1) ધવલભાઈ નગીનભાઈ પટેલ
2) ભુરાભાઈ લક્ષ્મણસિંહ સોલંકી
3 ) શારદાબેન હરિભાઈ પટેલ
માતર બ્લોકના ઉમેદવારો
1) સંજયભાઈ હરિભાઈ પટેલ
2) ભગવતસિંહ કાળીદાસ પરમાર
3) કેસરીસિંહ જેસંગભાઈ સોલંકી
નડિયાદ બ્લોકના ઉમેદવારો
1) વિપુલભાઈ કાંતિભાઈ પટેલ
2) મંગળભાઈ ડાયાભાઈ પરમાર
મતદાર વિભાગ - 2 (વ્યક્તિ સભાસદ) ના ઉમેદવાર
1) રણજીતભાઈ કાંતિભાઈ પટેલ
2) વિજયભાઈ ફુલાભાઈ પટેલ
ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયાં છે
અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ઠાસરા બ્લોકમાંથી ભાજપના પ્રિયાબેન પરમાર, બાલાસિનોર બ્લોકમાંથી ભાજપના રાજેશભાઈ પાઠક, મહેમદાવાદ બ્લોકમાંથી ભાજપના ગૌતમભાઈ ચૌહાણ તેમજ વિરપુર બ્લોકમાં ભાજપના શાભેસિંહ પરમાર બિનહરીફ વિજેતા થયાં છે. ત્યારે હવે બાકી રહેલ 8 બ્લોક તેમજ વ્યક્તિ સભાસદની એક બેઠકની ચૂંટણી માટે હાલ મતદાન ચાલુ છે.