Advertisement

અમૂલ ડેરી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, કોંગ્રેસના આક્ષેપ છતાં અમીત ચાવડા ગેરહાજર

અમૂલ ડેરી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, કોંગ્રેસના આક્ષેપ છતાં અમીત ચાવડા ગેરહાજર

અમૂલ ડેરી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, કોંગ્રેસના આક્ષેપ છતાં અમીત ચાવડા ગેરહાજર

15 હજાર ઉપરાંતનું ટર્નઓવર ધરાવતી અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી લઇને હાલમાં સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. કોંગ્રેસ દ્વારા બે દિવસ પહેલા અમૂલમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ કરી આણંદ,ખેડા અને મહિસાગરના પશુપાલકો સાથે દેખાવો કરવાની જાહેરાત કરાઇ હતી. જો કે મોટા ઉપાડે જાહેરાત કરનાર ધારાસભ્ય અને વિપક્ષના નેતા અમીત ચાવડા જ ફરક્યા ન હતા. આખરે કોંગ્રેસના 3 અગ્રણી, બોરસદ,માતર અને મહીસાગરના પશુપાલકો અમૂલ ડેરી ગેટ પાસે બેનોર સાથે દેખાવો કરી એમડીને આવેદન આપ્યું હતું.

કોંગ્રેસના 3 અગ્રણી નટરવરસિંહ મહીડા, ભારતસિંહ પરમાર, અને રાજેન્દ્રસિંહ પરમારે મહિસાગર, ખેડા અને આણંદ જિલ્લાના કેટલાંક સભાસદોને સાથે રાખીને અમૂલ બહાર હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ અમૂલના મેનેજીંગ ડીરેકટર અમિત વ્યાસને આવેેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં અમૂલના વર્તમાન ચેરમેન અને તેમના મળતીયાઓની સુચના થી જીલ્લા રજીસ્ટારને સાથેમળીને આદર્શ દૂધ મંડળીઓને રાજકીય ટાર્ગેટ બનાવીને અ વર્ગની મંડળીઓને ક વર્ગમાં મુકવાનું ષડયંત્ર રચે છે. વીરપુર અને નડીયાદમાં અમૂલે ખરીદેલ જમીનામાં ચેરમેન અને તેમના મળતીયાઓએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે. કેટલાક ડીરેકટરોએ ભરતીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરી ન્યાયી તપાસ કરવાની માગ કરી છે.આ દેખાવમાં ભાજપથી દાઝેલા કેસરીસિંહ પણ જોડાયા હતા. અમૂલ ડેરીના એમડી અમિત વ્યાસે જણાવ્યું હતું કે જે મુદ્દા લખ્યા છે તે અંગે ચોક્કસપણે ચર્ચા કરીશું.

Advertisement