અમૂલ ચૂંટણી પહેલા વિવાદ, 40 મંડળીની વાંધાની અરજી: 8મીએ સુનાવણી
આણંદ અમૂલ ડેરીના વ્યવસ્થાપક મંડળની આગામી સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજનાર છે. જે માટે જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્વ કરવામાં આવી હતી. જેમાં કેટલીક મંડળીઓના 10 વર્ષ અગાઉ થયેલા ભ્રષ્ટાચાર નામે રદ કરવામાં આવ્યાં હતા. જેને લઇને કોંગ્રેસ આગેવાનો સહિત મંડળીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જે બાબતે 3 જી રવિવારના રોજ 20થી વધુ વાંધા અરજી રજૂ કરવામાં આવશે.
ત્યારે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં આજદિન સુધીમાં 40 જેટલી વાંધા અરજી રજૂ થઇ છે. જેને લઇને વહીવટીતંત્ર મુંઝવણ અનુભવી રહ્યું છે જો કે તમામ વાંધા અરજીઓનો 8મી ઓગષ્ટનો રોજ નિકાલ કરીને આખરી મતદાર યાદી 12મી ઓગષ્ટના રોજ પ્રસિદ્વ કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. મોટા ભાગે માતર અને મહેમદાવાદ સહિતના તાલુકામાં વધુ વાંધા અરજી આવી હોવાનું જાણવા મળેલ છે. 8 મી ઓગષ્ટના રોજ તેની સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારબાદ આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે.
પંદર હજાર ઉપરાંત કરોડનું ટર્નઓવર ધરાવતી અમૂલ નિયામક મંડળની આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણી પગલે ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી માટે પ્રક્રિયા આણંદ પ્રભારી રૂષીકેશ પટેલ, સહકાર મંત્રી વિશ્વકર્મા દ્વારા ગુપ્ત બેઠક યોજી તેજ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.જોકે આંતરિક વર્તુળમાં ચાલતી ચર્ચા મુજબ અમૂલ ના જંગમાં નવા ચહેરા ને સ્થાન આપવામાં આવે તેવી સંભાવના છે. તો બીજી બાજુ કોંગ્રેસ કેટલાંક ક્ષસમ ઉમેદવારને મેદાનમાં ઉતારવા માટે ગૃપ્ત બેઠકો દોર હાથ ધર્યો છે. હાલમાં કોંગ્રેસ દ્વારા કેટલીક મંડળી નામ નીકળી ગયા છે તેઓની યાદી તૈયાર કરીને વધુ અરજી કરવાની તૈયારી આરંભી છે.