Advertisement

અમિત શાહ ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે: વિકાસના પ્રોજેક્ટ્સને આપી ભેટ, નડિયાદ-અમદાવાદમાં ખાસ કાર્યક્રમ

અમિત શાહ ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે: વિકાસના પ્રોજેક્ટ્સને આપી ભેટ, નડિયાદ-અમદાવાદમાં ખાસ કાર્યક્રમ

 કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) આજથી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. તેમના આ પ્રવાસનો પ્રથમ દિવસ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનને સમર્પિત રહેશે. અમિતભાઈ પોતાના મતવિસ્તારમાં અનેક મહત્વના પ્રોજેક્ટ્સની ભેટ આપશે, જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અદ્યતન બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર, ફાર્માસ્યુટિકલ એકેડમી અને યુનિવર્સિટીના પદવીદાન સમારોહનો સમાવેશ થાય છે.

માણસામાં મહત્વના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

માણસામાં અંદાજે રુ. 250 કરોડથી વધુ ના વિકાસકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ: માણસા નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન માલવ તળાવ: ઐતિહાસિક માલવ તળાવના રિ-ડેવલપમેન્ટ માટેનું ખાતમુહૂર્ત. આઇકોનિક રોડ: માણસા નગરપાલિકાથી GEB સુધીના માર્ગને 'આઇકોનિક રોડ' તરીકે વિકસાવવાનું કામ. CCTV સર્વેલન્સ: સમગ્ર માણસા શહેરને સુરક્ષા માટે CCTV નેટવર્કથી સજ્જ કરવાની કામગીરી. શહેરી સુવિધાઓ: નવી ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને આધુનિક ફાયર સ્ટેશનનું લોકાર્પણ. ગાંધીનગર લોકસભા વિસ્તારના અન્ય કામો પેથાપુર: સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ તૈયાર થનારા અત્યાધુનિક બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (BSL-4 Laboratory) નું ભૂમિપૂજન. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: કલોલથી માણસા સુધીના 12 કિમી લાંબા રોડના કામનું ખાતમુહૂર્ત. સનાથલ (અમદાવાદ): ગ્લોબલ એક્સેલન્સ ફાર્માસ્યુટિકલ એકેડમીનું ખાતમુહૂર્ત.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું સ્વાગત કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી કાઈટ ફેસ્ટિવલમાં શામેલ થશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે.


Advertisement