Advertisement

અમિત ચાવડાે આરએઆઇ પર કસ્યો પ્રહાર: NDA પર કૌભાંડો છુપાવવાનો આરોપ

અમિત ચાવડાે આરએઆઇ પર કસ્યો પ્રહાર: NDA પર કૌભાંડો છુપાવવાનો આરોપ

અમિત ચાવડાે આરએઆઇ પર કસ્યો પ્રહાર: NDA પર કૌભાંડો છુપાવવાનો આરોપ

માહિતી અધિકાર કાયદો (RTI) અમલમાં આવ્યાને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આણંદ સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે, NDA સરકારે આ કાયદાને નબળો પાડીને અનેક કૌભાંડોની માહિતી બહાર ન આવે તે માટે વ્યવસ્થિત પ્રયાસો કર્યા છે.

ચાવડાએ જણાવ્યું કે, 12 ઓક્ટોબર 2005 ના રોજ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે માહિતી અધિકારનો ઐતિહાસિક કાયદો અમલમાં મૂક્યો હતો. આ કાયદાનો ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને સરકારી વિભાગો પાસેથી બજેટ ખર્ચ, યોજનાઓના લાભાર્થીઓ અને પેન્ડિંગ અરજીઓ જેવી માહિતી સરળતાથી મેળવવાનો અધિકાર આપવાનો હતો.

તેમણે વધુમાં કહ્યું કે, યુપીએ સરકાર પછી NDA-મોદી સરકારે 2019માં સુધારા કરીને આ કાયદાને નબળો અને નિષ્પ્રભાવી બનાવ્યો છે. માહિતી કમિશનરોની નિયમિત ભરતી ન થવાને કારણે લાંબા સમય સુધી જગ્યાઓ ખાલી રહે છે. આના પરિણામે, લોકો જ્યારે અપીલ કરે છે ત્યારે વર્ષો સુધી તેનું નિવારણ આવતું નથી અને તેમને માહિતી મળતી નથી, જેનાથી લોકોનો અધિકાર છીનવાઈ રહ્યો છે.

વર્ષ 2023 માં, NDA સરકારે ફિઝિક્સ પર્સનલ ડેટા પ્રોટેક્શન અધિનિયમ અને ખાસ કરીને કલમ 44(3) માં ફેરફારો કર્યા છે. આ ફેરફારો દ્વારા વ્યક્તિગત પગાર, ખર્ચની માહિતી તેમજ સંસ્થાઓની માહિતી માંગવામાં આવે ત્યારે તેને છુપાવવાનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. આના બહાના હેઠળ અનેક કૌભાંડો અને ગોટાળાની માહિતી બહાર ન આવે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે.

સાથે-સાથે સરકારે RTI એક્ટિવીસ્ટોમાં ડર અને ભયનો માહોલ ઉભો કર્યો છે. ગુજરાત હોય કે પછી દેશમાં કોઈપણ જગ્યાએ સરકારના ભ્રષ્ટાચાર, કૌભાંડ કે અન્ય કોઈ માહિતી બહાર લાવવાનું કામ કરી રહેલાં RTI એક્ટિવીસ્ટોની સુરક્ષા આજે નથી. બીજી બાજુ ભ્રષ્ટાચારીઓ અને કૌભાંડીઓને પ્રોટેક્શન મળી રહ્યું છે.

Advertisement