Advertisement

અમદાવાદ-વડોદરામાં 'બોમ્બ બ્લસ્ટ'ની ધમકીથી ફફડાટ: શાળાઓ ખાલી કરાવાઈ, પોલીસનો કાફલો ખડકાયો

અમદાવાદ-વડોદરામાં 'બોમ્બ બ્લસ્ટ'ની ધમકીથી ફફડાટ: શાળાઓ ખાલી કરાવાઈ, પોલીસનો કાફલો ખડકાયો

વડોદરા અને અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે. જેમાં વડોદરા અને અમદાવાદની સ્કૂલો-કોલેજને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી છે. અમદાવાદમાં લગભગ 16 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈમેઇલ મળ્યાં છે. 


વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી


ઉર્મિ, સમાસાવલી 

આત્મીય વિદ્યાલય, અવધૂત ફાટક, માંજલપુર 

ડી.આર. અમીન, વાસણા રોડ 

નાલંદા ઈન્ટરનેશનલ સ્કૂલ, સેવાસી

ઝેનીથ સ્કૂલ, પ્રતાપનગર

ઓબ્સેલીયમ સ્કૂલ, મકરપુરા

ડોન બોસ્કો સ્કૂલ, મકરપુર

બિલ્લા બોન્ગ, વડસર

જીવન સાધના સ્કૂલ,

GPS(ગુજરાત પબ્લિક સ્કૂલ), વાઘોડિયા

બ્રાઈટ ડે સ્કૂલ, 

શાનેન સ્કૂલ, ખોડિયારનગર

નવયુગ સ્કૂલ

બરોડા હાઈસ્કૂલ, 

AWS(એવેલન વર્લ્ડ સ્કૂલ), ડભોઈ



વડોદરાની 15 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ મળતાં શાળા સંચાલકો દ્વારા બાળકોને તાત્કાલિક છોડી મૂકવામાં આવ્યા છે. તેમજ ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ સાવચેતીના ભાગરૂપે હાલ ખાલી કરી દેવામાં આવી છે.



બોમ્બની ધમકી મળી હોવાની જાણ થતાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા બોમ્બ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની મદદથી સ્કૂલની તપાસ કરવામાં આવી રહી છે.




અમદાવાદની કઈ કઈ સ્કૂલ-કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી? જુઓ યાદી 


તુલીપ સ્કૂલ, બોપલ 

SGVP ગુરુકુળ

સિલ્વર બેલ સ્કૂલ

નિરમા યુનિવર્સિટી 

AG હાઈ સ્કૂલ 

JG ઇન્ટરનેશનલ સ્કૂલ 

વિદ્યાનગર સ્કૂલ 

દિવાન બલ્લુભાઈ સ્કૂલ 

સીએન સ્કૂલ 

ખાલસા લિટલ સ્કૂલ, બાપુનગર

એશિયા સ્કૂલ 

DAV સ્કૂલ 

એ વન સ્કૂલ

અંકુર ઈન્ટરનેશન સ્કૂલ

સંત કબીર સ્કૂલ,નવરંગપુરા

ઘોડાસરની જીવીબા સ્કૂલ


અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ, મકરબા સહિતના વિસ્તારમાં આવેલી 16 જેટલી સ્કૂલને ધમકીના ઈમેઈલ મળતાં તંત્રમાં દોડધામ મચી છે. બોમ્બની ધમકીને પગલે સ્કૂલને ખાલી કરી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.

DAV સ્કૂલમાં પરીક્ષા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી છે. સ્કૂલની બહાર સિક્યુરિટી દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યું છે. ધમકીના ઈમેઈલ મળતાં વાલીઓ સ્કૂલે પહોંચી રહ્યા છે.



અગાઉ 23મી જાન્યુઆરી, 2026એ અમદાવાદ શહેરની જાણીતી સ્કૂલોને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમાં આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ, વસ્ત્રાપુરની સ્વયંમ સ્કૂલ અને એપલ ગ્લોબલ સ્કૂલને નિશાન બનાવીને આ ધમકીભર્યો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ ગઈ છે. આ ધમકીભર્યા મેલમાં લખ્યું હતું કે, 'મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારા બાળકોને બચાવી લો'


અગાઉ કલેક્ટર કચેરીને ઈ-મેઈલ આવેલો


તમને જણાવી દઈએ કે, અગાઉ ડિસેમ્બર મહિનામાં પણ વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરીને એક નનામા ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેને લઈને સમગ્ર સરકારી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. જેમાં સાવચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરીને તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવામાં આવી હતી. .

Advertisement