Advertisement

અમદાવાદ પ્લેન દુર્ઘટનાની તપાસ આંતરરાષ્ટ્રીય સ્તરે: અમેરિકન એજન્સીઓ અને બોઈંગ કંપનીની ટીમ અમદાવાદ પહોંચી

અમદાવાદ પ્લેન દુર્ઘટનાની તપાસ આંતરરાષ્ટ્રીય સ્તરે: અમેરિકન એજન્સીઓ અને બોઈંગ કંપનીની ટીમ અમદાવાદ પહોંચી

અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 વિમાન દુર્ઘટનાની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. દુર્ઘટના બાદ તરત જ ભારતની ફોરેન્સિક, FSL, ATS (એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ) અને AAIB (એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો) જેવી એજન્સીઓએ સઘન તપાસ શરૂ કરી દીધી હતી. હવે આ તપાસમાં અનેક આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે.

બોઈંગ કંપનીની ટીમ અમદાવાદ પહોંચી

આ દુર્ઘટનાની તપાસમાં અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA), નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) જેવી પ્રતિષ્ઠિત એજન્સીઓ જોડાશે. આ ઉપરાંત, દુર્ઘટનાગ્રસ્ત વિમાન બનાવનાર કંપની 'બોઇંગ'ની એક ટીમ પણ આજે અમદાવાદ આવી પહોંચી છે. 

Advertisement