Advertisement

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટી સફળતા, DGCAને હાથ લાગ્યું બ્લેક બોક્સ, રહસ્યો ખુલશે

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટી સફળતા, DGCAને હાથ લાગ્યું બ્લેક બોક્સ, રહસ્યો ખુલશે

અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ગુરૂવારે (12 જૂન) ક્રેશ થયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 265 લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન તપાસ એજન્સીઓએ દુર્ઘટનાસ્થળ પર વિખરાયેલા વિમાનના કાટમાળમાંથી પુરાવા શોધવાનું શરૂ કર્યું છે. જેમાં સર્ચ ઓપરેશન દરમિયાન કાટમાળમાંથી બ્લેક બોક્સ મળી આવ્યું છે. આ બોક્સથી પ્લેન દુર્ઘટના કયા કારણોસર થઈ તેનું કારણ સામે આવી શકશે. વિમાનના બ્લેક બોક્સ (Black Box)ને ટેકનિકલ ભાષામાં ફ્લાઈટ ડેટા રેકોર્ડર (Flight Data Recorder) કહેવામાં આવે છે.

Advertisement