Advertisement

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ આ વખતની રથયાત્રા કેવી હશે? જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કરી મોટી વાત

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ આ વખતની રથયાત્રા કેવી હશે? જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કરી મોટી વાત

 અમદાવાદ પ્લેન ક્રેશ બાદ આ વખતની રથયાત્રા કેવી હશે? જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કરી મોટી વાત

અમદાવાદ: દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ તા. 27 જૂનના રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રા યોજાવવાની છે. આ વર્ષે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની મોટી દુર્ઘટના થઈ છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત પ્લેનમાં સવાર 241 લોકો સહિત કુલ 270 લોકોના મોત નીપજ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકોના નિધનના કારણે રાજ્યમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં 148મી રથયાત્રા સાદાઈથી યોજાશે કે ભવ્ય રીતે તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે. આ અંગે શહેરના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું છે કે, "જગન્નાથજી ભગવાનની રથયાત્રા કઈ રીતે કાઢવી તે અંગે સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે."

દિલીપદાસજીએ શું કહ્યુ?

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી સાથે વાત કરતા જણાવ્યું છે કે, "રથયાત્રા પૂર્વે અમદાવાદમાં પ્લેન ક્રેશ જેવી મોટી દુર્ઘટના બની છે. રથયાત્રા માટેની કોઈ મિટિંગ કે ચર્ચા સરકાર સાથે થઈ નથી કારણ કે, તંત્ર અને સરકાર હાલ ઘણાં વ્યસ્ત છે. રથયાત્રાના સંદર્ભમાં સરકાર સાથે વાત કરવામાં આવશે તે બાદ જ નિર્ણય લેવામાં આવશે કે કઈ રીતની ભગવાનની રથયાત્રા કરવામાં આવશે."


Advertisement