અમદાવાદ, વટવા:
વટવા પોલીસે મહુવાનો શખ્સ પાસેથી 1.70 કરોડની કિંમતની એમ્બરગ્રીસ પકડી. મહુવાનો શખ્સ એમ્બરગ્રીસ વેચવા આવ્યો હતો, પરંતુ પોલીસને બાતમી મળી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો.
પોલીસે કુલ 1 કિલો 718 ગ્રામ એમ્બરગ્રીસ કબજે કરી, જેની કિંમત આશરે ₹1.70 કરોડ છે. હાલમાં વટવા પોલીસે ખરીદનારની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
પોલીસની ટિપ્પણી:“અમને બાતમી મળતા જ એક્સપર્ટ ટીમ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને કબ્જો કરવામાં આવ્યો. કોઇ પણ પ્રકારની ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.”