અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ અટકાવાયા, પોલીસ-કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ
કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતાઓને કોર્ટથી રાહત આપતાં અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નેહરુબ્રિજ ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસની પદયાત્રા યોજાઈ હતી. નેહરુબ્રિજથી કોંગ્રેસની પદયાત્રા બીજેપી કાર્યાલય ખાનપુર જતા પોલીસે અમિત ચાવડા અને કાર્યકર્તાઓને પોલીસે અટકાવ્યા હતા. પોલીસે અમિત ચાવડા સહિત કાર્યકર્તાઓની અટકાયત કરી છે.
પોલીસ-કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના સિનિયર નેતા અને દેશના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી હતી. જેને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે સત્યમેવ જયતેના નાદ સાથે પદયાત્રાનું આયોજન અમદાવાદના નેહરુબ્રિજ ખાતે કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓ પદયાત્રામાં જોડાયા હતા. શહેર અને પ્રદેશના નેતાઓ કાર્યકર્તાઓ સાથે ચાલતા ચાલતા નેહરુ બ્રિજથી ખાનપુર ભાજપ કાર્યાલય તરફ જઈ રહ્યા હતા. ખાનપુર નહેરુ બ્રિજના છેડા પાસે પહોંચતા પોલીસ દ્વારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણ, કોંગ્રેસના નેતા શાહનવાજ શેખ સહિત કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને પોલીસે આગળ જતા અટકાવ્યા હતા. પોલીસે ગાડીનો ડબ્બો આગળ ઉભો રાખી અને તમામ કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓને બળજબરીથી વાહનમાં બેસાડી અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસ સાથે થોડું ઘર્ષણ પણ થયું હતું.
કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓ દ્વારા હાથમાં બેનરો લઈને પદયાત્રા યોજવામાં આવી હતી. સત્યમેવ જયતે, ભય વગરની રાજનીતિ કોંગ્રેસની ઓળખ, દેશ બંધારણથી ચાલશે સરકારી એજન્સીઓના દૂર ઉપયોગથી નહીં એવા બેનરો સાથે કોંગ્રેસ દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી. જોકે ખાનપુર ભાજપ કાર્યાલય સુધી રેલી પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી.
અમે ડરવાના અને ઝૂકવાના નથી- અમિત શાહ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ એ કોંગ્રેસ છે જે અંગ્રેજો સામે લડ્યા હતા અને ઝૂક્યા નહોતા. આ રાહુલ ગાંધીના નેતૃત્વમાં નવા અંગ્રેજો સામે નવી લડાઈ શરૂ થઈ છે. આખરે સત્યનો વિજય થયો છે. ભાજપ સરકારની જે મેલી મનસા હતી તે બળ નથી આવી. આ આઝાદીની નવી લડાઈ છે. ડરાવવા ધમકાવવાની રાજનીતિ લાંબી નહીં ચાલે. આજે પણ લડીશું, કાલે પણ લડીશું. અમે ડરવાના અને ઝૂકવાના નથી.