અનુસ્નાતક સંસ્કૃત વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીનું વિશિષ્ટ વ્યાખ્યાન તા.21/02/26 ના રોજ રાખવમાં આવ્યું હતું. વિશિષ્ટ વ્યાખ્યાન વક્તા વિભાગનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ.વિપુલ શ્રીમાળીજીએ (એસોસિએટ પ્રોફેસર, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) સંશોધનની સૈદ્ધાંતિક પદ્ધતિ વિષય પર વ્યાખ્યાન રજૂ કર્યું હતું. જેમાં તેમણે પ્રાચીન સંશોધન પદ્ધતિ અને આધુનિક સંશોધન પદ્ધતિ વચ્ચેનો ભેદ જણાવી સંશોધન દરમિયાન ઉપયોગી સામગ્રી, પ્રપોઝલ, સિનોફસીસ, સંદર્ભ, પાદાટીપ, પરિશિષ્ટ આદિ સૌદ્ધાંતિક બાબતો પર ચર્ચા કરી ત્યાર બાદ સંશોધનની વ્યાખ્યા, સંશોધનના વિષય પસંદગી, સંશોધન સમાજ ઉપયોગી કઈ રીતે બને એવા વિવિધ પાસો આવરી લીધા હતા. સંશોધન દરમિયાન કઈ કઈ મુશ્કેલીઓ આવે તે અંગે સમજણ આપી હતી. સમગ્ર કાર્યક્રમ વિભાગના કા.અધ્યક્ષ ડૉ. મહેન્દ્ર નાયી સાહેબના માર્ગદર્શનમાં યોજાયો. કાર્યક્રમમાં એમ.એ. અને પીએચ.ડી.સાથે કુલ 80 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.
અનુસ્નાતક સંસ્કૃત વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વિશિષ્ટ વ્યાખ્યાન યોજાયું.