“અગલે બરસ તુ જલ્દી આના…”ના જયઘોષ સાથે વિદ્યાનગરમાં શ્રીજી વિસર્જન
દરવર્ષની જેમ ચાલુવર્ષે વિદ્યાનગર વિવિધ યુવક મંડળો દ્વારા 7 દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું છે. ત્યારે આણંદ મનપા હસ્તક લોટેશ્વર તળાવમાં મોડી સાંજ સુધી 500 થી વધુ નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જો કે રાત્રિના 2 વાગ્યા સુધી વિસર્જન કામગીરી ચાલશે.પરંતુ વિદ્યાનગર શોભાયાત્રા ડીજેના તાલે નીકળ્યા બાદ આણંદ ટાઉન હોલ પાસે ડીજે બંધ કરાવી દેતા ગણેશ યુવક મંડળના કાર્યકરો નારાજ તઇ ગયા હતા. જેના પગલે ટાઉન હોલથી લોટેશ્વર સુધી ડીજે વિના જવાની નોબત પડતાં નાણાં વસુલ નહીં થતાં આખરે પોલીસ તંત્ર સામે આક્રોશ વ્યકત કર્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર વિદ્યાનગર શહેરમાં 110થી વધુ યુવક મંડળો દ્વારા ગણેશજનું સ્થાપન કરીને 7 દિવસ સુદી પૂજા અર્ચના કરી હતી. મંગળવાર બપોરબાદ વિધ્નહર્તાની વિસર્જન યાત્રા જુદા જુદા વિસ્તારમાં યુવક મંડળો દ્વારા પોતપોતાની રીતે કાઢી હતી. જેથી દર 15 મિનિટ વિદ્યાનગર રોડ પરથી વિસર્જન યાત્રા પસાર થતી જોવા મળી હતી. આણંદ લોટેશ્વર તળાવ સુધી વાહનોને પગલે ટ્રાફિક જામ થઇ જતો હોવાતી કેટલાંક મંડળો લાંભવેલ કે જોળ નહેરમાં ગણેશ વિસર્જન યાત્રા લઇને જતાં જોવા મળ્યાં હતા. મોડીરાત સુધી આણંદ વિદ્યાનગર માર્ગો વિસર્જન યાત્રા પસાર થતાં જોવા મળ્યા હતા
સાત-સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ ''''ગણપતિ બાપા મોરીયા..., અલગે બરસ તુ જલ્દી આના...''''ના નાદ સાથે બપોરના સુમારે વાજતે-ગાજતે શ્રીજીની વિસર્જનયાત્રા નીકળી હતી. વિદ્યાનગર, બાકરોલ અને મોગરીના યુવક મંડળો દ્વારા સ્થાપિત કરાયેલ ભગવાન ગણેશને ભક્તિભાવપૂર્વક વિદાય આપવામાં આવી હતી. વિદ્યાનગરના નાના બજાર, મોટા બજાર સહિતના વિવિધ વિસ્તારોમાંથી ગણેસજીની પ્રતિમાઓ ભાઇકાક સ્ટેચ્યુ પાસે ખાતે એકત્ર થઈ હતી.
જ્યાંથી વિસર્જન યાત્રા આગળ વધી હતી.વિદ્યાનગર રોડ ટાઉન હોલ થઇને લોટેશ્વર તલાવ પહોંચી હતી યાત્રા દરમ્યાન ભક્તજનોએ અબીલ ગુલાલની છોળો અને ગણપતિબાપા મોરીયાના નાદ સાથે ઉજવણી કરી હતી. લોટેશ્વર તળાવ ખાતે પહોંચ્યા બાદ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આણંદ મનપા દ્વારા ફ્લડ લાઈટ, ફાયર ફાઈટરના જવાનો, લાઈફ જેકેટ તથા દોરડા તથા અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.આણંદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.